મરાઠાઓ ફરી આંદોલનના મૂડમાં

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મરાઠા સમાજના વિદ્યાર્થીઓને તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશની સુવિધાઓનો વિવાદ હલ થયો નથી, તેથી મરાઠા વિદ્યાર્થીઓ આઝાદ મેદાનમાં ધરણા ઉપર બેસવાના છે.
તબીબી અભ્યાસક્રમમાં ભણતા વિદ્યાર્થીઓનો પ્રશ્ન સપાટી ઉપર આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રમાં સુવિધા વિશે વિચારણા કરવા આવતી કાલે મુંબઈમાં શિવાજી મંદિરમાં મરાઠા મોરચાની રાજ્ય સ્તરીય બેઠક પાર પડશે.
તબીબી અભ્યાસક્રમમાં પોસ્ટ ગ્રેજ્યુએટના સ્તરે પ્રવેશ અંગેના વિવાદનો ઉકેલ આવ્યો છે. મરાઠા આરક્ષણ હેઠળ આવતા વિદ્યાર્થીઓની ફી મહારાષ્ટ્ર સરકાર ભરશે એવી જાહેરાત કરવામાં આવી છે. અણ્ણાભાઉ પાટીલ મહામંડળ મારફતે વિદ્યાર્થીઓની ફી આપવામાં આવશે એવો નિર્ણય ફડણવીસ સરકારે લીધો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer