નરિમાન પૉઈન્ટની ઍર ઈન્ડિયાની બિલ્ડિંગ મહારાષ્ટ્ર સરકાર ખરીદશે

1400 કરોડની અૉફર કરી, સરકારી અૉફિસો ત્યાં શિફ્ટ કરશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મુંબઈમાં નરિમાન પૉઈન્ટ ખાતેની ઍર ઇન્ડિયાની 23 માળની બિલ્ડિંગ મહારાષ્ટ્ર સરકાર 1400 કરોડ રૂપિયામાં ખરીદી લેશે.
આ ઇમારત માટે જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટે 1375 કરોડ રૂપિયા અને એલઆઈસીએ 1200 કરોડ રૂપિયાની ઓફર મૂકી હતી. જોકે, મહારાષ્ટ્ર સરકારે 1400 કરોડ રૂપિયાની ઓફર મૂકી હતી. મહારાષ્ટ્ર સરકાર તેના બધા વહીવટી ખાતાઓને એક જ ઇમારતમાં લાવવા માગે છે. તે બધી કચેરીઓને એક જ ઇમારતમાં લાવવામાં આવે તો વહીવટમાં પારદર્શકતા આવશે, એમ રાજ્ય સરકાર માને છે.
ઍર ઈન્ડિયા હાલ ભારે આર્થિક સંકડામણની સ્થિતિમાં છે. તેથી તેણે દેશભરમાંની બિનઆવશ્યક ઇમારતોનું વેચાણ શરૂ કર્યું છે. તેમાં કંપનીનું એક સમયે મુખ્યાલય હતું તેનું વેચાણ પણ શરૂ કરવામાં આવ્યું છે. ઍર ઇન્ડિયાએ ભોંયતળિયું અને 22મો માળ પોતાના હસ્તક રાખ્યો છે. શેષ માળ લીઝ પર આપ્યા છે તેના કારણે ઍર ઇન્ડિયાને વરસેદહાડે 110 કરોડ રૂપિયા મળે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer