કેશોદના તુવેરકાંડમાં વધુ એક આરોપી પકડાયો

જૂનાગઢ, તા.11 : કેશોદના ચકચારી તુવેરકાંડમાં કેશોદ પોલીસે આજે વધુ એક આરોપીને પકડી પાડી તપાસ હાથ ધરી છે.
કેશોદમાં ટેકાના ભાવે તુવેર ખરીદીમાં ભેળસેળ પ્રકરણ બહાર આવતા જિલ્લા મેનેજરે કેન્દ્રના ખરીદ ઇન્ચાર્જ, ગ્રેડર, મજુર મુકાદમ સહિત સાત સામે કેશોદમાં ફરિયાદ નોંધાવી હતી.
કેશોદના ડી.વાય.એસ.પી. જે.બી.ગઢવીએ ગ્રેડર અને મજુર મુકાદમને ઝડપી લીધા બાદ આજે જયેશ લખમણ ભારતી બાવાજી કેશોદ પોતાના ઘરે આવ્યાની બાતમી મળતા પોલીસે દરોડો પાડી ઝડપી લીધો હતો. આ શખસની ભેળસેળ કૌભાંડમાં શું ભૂમિકા હતી. કોઇ પાસેથી લાંચ લીધી છે કે કેમ?

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer