ગર્દભના દૂધમાં `અમૃત''ના ગુણ

ભારતમાં 100 એમએલ દૂધની કિંમત 700 રૂપિયા સુધી
 
નવી દિલ્હી, તા. 11 :  પુરાતન સમયમાં ઈજીપ્તની રાણીઓ સુંદરતા વધારવા માટે ગર્દભના દૂધમાં નહાતી હોવાનું ઘણી વખત કહેવાય છે. આજે લગભગ 2000 વર્ષ બાદ ફરી એક વખત આ દૂધ ટ્રેન્ડમાં આવ્યું છે. જેનો ઉપયોગ માત્ર બ્યૂટી પ્રોડક્ટ તરીકે નહી પણ ખાવા માટે પણ કરવામાં આવી રહ્યો છે.  ચોંકાવનારી વાત તો એ છે કે દૂધની કિંમત 100એમએલના 700 રૂપિયા જેટલી ઉંચી છે. કહેવાય છે કે ગર્દભના દૂધમાં ઘણી બિમારીઓનો ઈલાજ છે. 
કોચી, પુણે અને દિલ્હી એનસીઆરના અમુક ઉદ્યમીઓએ ગર્દભના દૂધમાં રહેલા ગુણો ઓળખ્યા છે અને અમૃત જેવા ગુણ હોવાનો દાવો કરવામાં આવે છે. આ દૂધમાં એન્ટી એજીંગ તત્ત્વ અને અટિઓક્સિડેન્ટ પણ મળી આવે છે. દૂધમાંથી બ્યૂટી પ્રોડક્ટ બનાવતી કંપની ડોલ્ફિન આઈબીએ સંસ્થાપક  એબી બેબીના કહેવા પ્રમાણે ગર્દભના દૂધની માગમાં વધારો થયો છે. તેમાં ચિકિત્સક ગુણો હોય છે. ખાસ કરીને બાળકો માટે ખૂબ ફાયદારૂપ છે. અમેરિકા સહિત કેટલાય દેશમાં તેને માન્યતા મળી છે, પણ ભારતમાં હજી માન્યતા મળી નથી. જો કે કૃષિ વિભાગ દૂધને ઔપચારિક ખાદ્યમાં સામેલ કરવા માટેની પ્રક્રિયા કરી રહ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer