શહીદ ઉપર ટિપ્પણી બદલ સાધ્વી પ્રજ્ઞાને નોટિસ

શહીદ ઉપર ટિપ્પણી બદલ સાધ્વી પ્રજ્ઞાને નોટિસ
ચૂંટણી પંચે કાર્યક્રમના આયોજકને પણ કારણદર્શક નોટિસ ફટકારી

ભોપાલ, તા. 20 : ચૂંટણી પંચે 26-11 મુંબઈ આતંકી હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારી હેમંત કરકરે મામલે દેવામાં આવેલા વાંધાજનક નિવેદન ઉપર ભોપાલ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને કારણદર્શક નોટિસ જારી કરી છે. 
જિલ્લા ચૂંટણી અધિકારી અને ભોપાલ કલેક્ટર સુદામ ખાડેએ કહ્યું હતું કે, આ મામલે સ્વત: સંજ્ઞાન લેવામાં આવ્યું છે અને આ મામલામાં રિપોર્ટ મગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત કાર્યક્રમનું આયોજન કરનારા વ્યક્તિ સામે પણ નોટિસ જારી કરવામાં આવી છે. ખાડેએ ઉમેર્યું હતું કે, આચાર સંહિતા દરમિયાન અમુક શરતે કાર્યક્રમનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ અગાઉ સાધ્વી પ્રજ્ઞાએ હેમંત કરકરે ઉપર નિવેદન આપતા વિવાદ શરૂ થયો હતો. જેના પગલે પ્રજ્ઞા સિંહે નિવેદન પાછુ ખેંચી લીધું હતું અને માફી માગી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer