વિક્રોલીના ભૂતપૂર્વ નગરસેવક હારૂન રશીદ શિવસેનામાં પ્રવેશ્યા

વિક્રોલીના ભૂતપૂર્વ નગરસેવક હારૂન રશીદ શિવસેનામાં પ્રવેશ્યા
લોકસભાની ચૂંટણી માથા પર છે ત્યારે ઈશાનમુંબઈમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસને મોટો ફટકો

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા.20  લોકસભાની ચૂંટણી ઢુંકડી છે ત્યારે ઈશાનમુંબઈમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસને એક પછી એક ફટકા પડી રહ્યા છે. તાજેતરમાં નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ભૂતપૂર્વ નગરસેવક નંદુ વૈતી ભાજપમાં જોડાયા હતા. ગઈ કાલે એનસીપીના વિક્રેલી ખાતેના માજી નગરસેવક હારૂન રશીદ શુક્રવારે તેમના સમર્થકો સાથે શિવસેનામાં જોડાયા હતા. હારૂન ખાનના પત્ની જ્યોતી હારૂન ખાન મુંબઈ પાલિકાના વિદ્યમાન નગરસેવિકા હોવાથી તેમના પતિના શિવસેનાના પ્રવેશથી ઈશાનમુંબઈમા મહાયુતિને ફાયદો થશે. વિક્રોલી પાર્ક સાઇટના માજી નગરસેવક હારૂન રશીદે એનસીપને રામરામ કરીને શનિવારે માતોશ્રીમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા. એનસીપી છોડવાના કારણ વિશે હારૂન રશીદે કહ્યું હતું કે પાલિકામાં એનસીપીની નગરસેવકોની સંખ્યા ઓછી હોવાથી મને સ્થાનિક કામ કરવામાં અડચણ આવે છે. મારા વોર્ડમાં ફંડના અભાવે હૉસ્પિટલનું કામ અટકી ગયું છે. એક સભાગૃહ બાંધવાનું કામ પણ ખોટકાઈ ગયું છે. હું કંઈ મોટો નેતા નથી અને સ્થાનિકસ સ્તેરે કામ કરનારો કાર્યકર્તા છું. સ્થાનિક કામો ઝડપથી કરવા હું શિવસેનામાં જોડાયો. હું મહાયુતિના ઉમેદવાર મનોજ કોટકને મારા વિસ્તારમાં મહત્તમ મત મળે એ માટે હું પ્રયત્ન કરીશ. 
 થોડા દિવસો પહેલાં માજી નગરસેવક નંદુ વૈતીએ એનસીપી છોડીને ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. નંદુએ કહ્યું હતું કે સ્થાનિક નેતૃત્વની કાર્યશૈલી મને પસંદ ન હોવાથી મેં પક્ષ છોડયો છે. મેં આ બાબત તરફ એનસીપીના ઉમેદવાર સંજય પાટીલનું ધ્યાન પણ દોર્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer