રોહિત મર્ડર કેસમાં પરિવાર શંકાના દાયરામાં?

રોહિત મર્ડર કેસમાં પરિવાર શંકાના દાયરામાં?
પત્નીની દિલ્હી પોલીસે પૂછપરછ કરી

નવી દિલ્હી, તા. 20 : ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા એન.ડી. તિવારીના પુત્ર રોહિત તિવારીના મૃત્યુના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. જેને અત્યારસુધી સામાન્ય મૃત્યુ ગણવામાં આવી રહ્યું હતું. તેના ઉપર હવે હત્યાની શંકા કરવામાં આવી રહી છે. આ જ કારણથી રોહિત તિવારીના પરિવારજનોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ સિલસિલામાં દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે રોહિતની પત્નીની પૂછપરછ કરી હતી. 
આ અગાઉ પોલીસે કહ્યું હતું કે, રોહિતને હાર્ટ એટેક નહોતો આવ્યો પણ તેનું ગળું, નાક દબાવીને હત્યા કરવામાં આવી હતી. કહેવાઇ રહ્યું છે કે હત્યા કરતા પહેલા રોહિતને દારૂ અને અન્ય નશીલો પદાર્થ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ રોહિત બેભાન થતા હત્યા કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રોહિતના ગળા ઉપર પાંચ આંગળીના નિશાન મળી આવ્યા છે. આ કેસને ઉકેલવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ પણ જોયા હતા. જેમાં રોહિતનો નોકર દારૂ લઈને જતો દેખાઈ રહ્યો છે. આ જ કારણથી હત્યા ઘરના જ કોઈ વ્યક્તિએ કરી હોવાનું કહેવાઇ રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer