પૂર્વા એક્સ્પ્રેસના 12 ડબા ખડી પડયા

પૂર્વા એક્સ્પ્રેસના 12 ડબા ખડી પડયા
25 લોકો ઈજાગ્રસ્ત : યાત્રિકોને ત્વરિત વળતર અને દુર્ઘટનાની તપાસનો આદેશ

કાનપુર, તા. 20 : હાવડાથી નવી દિલ્હી જઈ રહેલી પૂર્વા એક્સપ્રેસ (12303)ના 12 ડબ્બા કાનપુરના ચકેરીની પાસે પાટા પરથી ખડી પડયા હતા જેમાં 25 લોકો ઈજા પામ્યા હતા. ઈજાગ્રસ્ત યાત્રિકોને રેલવે તંત્રએ ત્વરિત વળતર પણ ચૂકવ્યું હતું.
ઉત્તરપ્રદેશ સરકારના પ્રવકતાના જણાવ્યા મુજબ, પૂર્વા એક્સપ્રેસના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી પડયા હતા, જ્યારે ઉત્તર-મધ્ય રેલવેના જનરલ મેનેજરે કહ્યંy હતું કે, 12 મોટા ડબ્બા પાટા પરથી ઉતરી પડયા હતા. 
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યંy હતું કે જિલ્લાના અધિકારીઓને ઈજાગ્રસ્તોની તુરંત સારવાર કરવાનો નિર્દેશ દીધો હતો. ઉત્તર-મધ્ય રેલવેના જનરલ મેનેજર રાજીવ ચૌધરીએ જણાવ્યું કે, 12 ડબ્બા પાટા પરથી ઉતર્યા હતા અને દુર્ઘટનાની તપાસનો આદેશ આપી દેવાયો છે. રેલવે કમિશનર સુરક્ષાના મામલાની તપાસ કરશે.
કાનપુરથી આશરે 15 કિલોમીટરના અંતરે  રાત્રે 12-50 વાગે આ ટ્રેન દુર્ઘટના થઇ હતી. રૂમા ગામ પાસે આ ટ્રેન પાટા પરથી ખડી પડી હતી જ્યારે ચાર કોચ પાટા પરથી સંપૂર્ણપણે ખડી પડયા હતા. આ દુર્ઘટના થયા બાદ તંત્રમાં ભાગદોડ મચી ગઇ હતી. આ બનાવ બન્યા બાદ 11 ટ્રેનોને તરત જ રદ્ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા હતા. રેલવે દ્વારા કહેવામાં આવ્યુ છે કે તપાસ બાદ યોગ્ય કારણ જાણી શકાશે. 
દરમિયાન કાનપુર સેન્ટ્રલથી એક સ્પેશિયલ ટ્રેન મારફત આશરે 900 યાત્રીઓને નવી દિલ્હી માટે રવાના કરવામા ંઆવ્યા છે. રેલવે અધિકારીઓએ કહ્યુ છે કે કોઇ યાત્રીને ગંભીર ઇજા થઇ નથી. રેલવે દ્વારા હેલ્પ લાઇન નંબર પણ જારી કરવામાં આવ્યા છે. 
ટ્રેનના ડબા પાટા પરતી ખડી પડયા બાદ ઘાયલ થયેલા યાત્રીઓને સારવાર માટે ખસેડી લેવામાં આવ્યા હતા. 11 યાત્રીને સારવાર આપવામાં આવ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer