કૉંગ્રેસે જે 50 વર્ષમાં નથી કર્યાં એ વિકાસનાં કાર્યો ભાજપે પાંચ વર્ષમાં કર્યાં : ગડકરી

કૉંગ્રેસે જે 50 વર્ષમાં નથી કર્યાં એ વિકાસનાં કાર્યો ભાજપે પાંચ વર્ષમાં કર્યાં : ગડકરી
પૈઠણ, તા. 20 : ભાજપ સરકારે સત્તામાં આવ્યા બાદ વિકાસના અનેક કામ કર્યાં છે. કૉંગ્રેસે જે 50 વર્ષમાં નથી કર્યું તે ભાજપે માત્ર પાંચ વર્ષમાં કરી બતાવ્યું છે. પાંચ વર્ષમાં મરાઠવાડામાં ઘણો વિકાસ થયો છે. હું ગપ્પા મારું એવો નેતા નથી. જે કહું છું એ કરી દેખાડું છું, એમ કેન્દ્રના પ્રધાન નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું.
રાવ સાહેબ દાનવેના પ્રચાર માટે પૈઠણમાં યોજાયેલા પ્રચાર સભામાં તેઓ બોલી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે જેમને વિકાસના મુદ્દે મત માગતાં આવડતું નથી તેમણે નીતિવાદ પર મત માગવાની શરૂઆત કરી છે. શરૂઆતના કાળથી કૉંગ્રેસ ગરીબી હટાવના નારા આપે છે, પરંતુ આજ સુધી ગરીબી હટી નથી. માત્ર કૉંગ્રેસના ચેલાઓની ગરીબી હટી છે, એવું તેમણે જણાવ્યું હતું.
ગડકરીએ જણાવ્યું હતું કે રાજ્યમાં મોટા પાયે સિંચાઈના કામ ચાલુ છે અને આગામી દોઢ વર્ષમાં મહારાષ્ટ્રની સિંચાઈ ક્ષમતા વધશે. મરાઠવાડામાં સાડા પાંચ લાખ એકર જમીન સિંચાઈ હેઠળ આવશે.
મરાઠવાડામાં 70 હજાર કરોડ રૂપિયા ખર્ચીને નેશનલ હાઇવેનું કામ ચાલુ છે, એમ તેમણે જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer