જોકોવિચે હાર બાદ કહ્યું, ફ્રેન્ચ ઓપન મુખ્ય લક્ષ્ય

જોકોવિચે હાર બાદ કહ્યું, ફ્રેન્ચ ઓપન મુખ્ય લક્ષ્ય
મોનાકો, તા. 20 : નોવાક જોકોવીચ મોન્ટેકાર્લો માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઈનલમાં હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાય ગયો છે. પરંતુ આ ટૂર્નામેન્ટને ખાસ મહત્ત્વ ન આપતા તેનું સાચુ લક્ષ્ય ફ્રેન્ચ ઓપન હોવાનું કહ્યું છે. વિશ્વના નંબર વન ખેલાડી જોકોવિચને રશિયાના દાનિલ મેદવેદેવ સામે 6-3, 4-6, 6-2થી હાર મળી હતી. જોકોવીચ બે વખત ખિતાબ જીતી ચૂક્યો છે. જો કે હારનો અર્થ એ થયો છે કે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાઈ ઓપન જીત્યા બાદ 15 વખતનો ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન એકપણ વખત સેમિફાઈનલમાં જગ્યા બનાવી શક્યો નથી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer