નવા ભાર વર્ગમાં રમવું પડકારજનક અમિત પંધલ

નવા ભાર વર્ગમાં રમવું પડકારજનક અમિત પંધલ
નવી દિલ્હી, તા. 20 : એશિયન રમતમાં સ્વર્ણ પદક જીતી ચૂકેલા ભારતીય બોક્સર અમિત પંધલે પહેલી વખત બેંગકોકમાં શરૂ થયેલી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 52 કિલોગ્રામ વર્ગમાં ભાગ લીધો હતો. એઆઈબી (આંતરરાષ્ટ્રીય બોક્સિંગ મહાસંઘ)એ ગયા મહિને ઓલિમ્પિકમાંથી 49 કિગ્રા ભાર વર્ગ હટાવી દીધો હતો. જેના કારણે રોહતકમાં જન્મેલા પંધલને પોતાના ભારવર્ગમાં બદલાવ કરવો પડયો હતો. 23 વર્ષિય પંધલે કબૂલ્યું હતું કે, આ તેના માટે નવો પડકાર છે. પરંતુ નવા ભારવર્ગમાં રમવા માટે અગાઉથી મહેનત કરી હતી. વધુમાં પંધલે કહ્યું હતું કે, વધુ શક્તિનો ઉપયોગ થતો હોવાથી વજન વધારવાનો પણ પ્રયાસ કર્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer