વધુ તક અને સારી સુવિધાઓની અસર ફૂટબૉલના

વધુ તક અને સારી સુવિધાઓની અસર ફૂટબૉલના
પ્રદર્શનમાં જોવા મળી રહી છે : વેંકટેશ
 
નવી દિલ્હી, તા. 20 : ભારતીય ફૂટબોલ ટીમના વર્તમાન સહાયક કોચ વેંકટેશ શાનમુગમે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં વધુ તક અને સારી સુવિધાઓ આપવાની અસર ટીમના પ્રદર્શન ઉપર પણ દેખાઈ રહી છે. ભારતીય ટીમ 2015માં ફીફા રેન્કિંગમાં 173મા ક્રમાંકે હતી અને હવે દમદાર પ્રદર્શનના કારણે શિર્ષ 100માં જગ્યા બનાવવામાં સફળતા મળી છે. ટીમનો વર્તમાન ક્રમાંક 101 છે. ભારતીય ટીમ પહેલી વખત એએફસી એશિયન કપના નોકઆઉટમાં જગ્યા બનાવવાને નજીક પહોંચી હતી. પરંતુ અંતિમ ક્ષણોમાં સપનું તૂટી ગયું હતું. છેલ્લા ચાર વર્ષમાં ટીમે ચીન, જોર્ડન, ઓમાન, પુઅર્ટો રિકો, સેન્ટ કિટ્સ, ન્યૂઝિલેન્ડ, કેનિયા સહિતની મજબૂત ટીમો સામે મૈત્રી મેચ રમ્યા છે. વેંકટેશના કહેવા પ્રમાણે મજબૂત ટીમ સામે રમવાના અનુભવનો ફાયદો એએફસી એશિયા કપ 2019માં જોવા મળશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer