જમ્મુ કાશ્મીર : એક કુખ્યાત ત્રાસવાદી ઠાર

શ્રીનગર, તા. 20: ઉત્તરીય કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સોપોરે ખાતે આજે સવારે ભીષણ અથડામણ થઇ હતી.
આ અથડામણમાં એક ત્રાસવાદી ઠાર થયો હતો. તેની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. 
માર્યા ગયેલા ત્રાસવાદી પાસેથી પિસ્તોલ પણ મળી હતી. સુરક્ષા દળો દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યુ છે. 
બાતમીના આધાર પર આજે સવારે સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યુ હતુ. સોપોરેના વાટરગામમાં આ અથડામણ થઇ હતી. 
બુધવારના દિવસે સીઆરપીએફની છાવણીમાં ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં હાલમાં ત્રાસવાદીઓ સામે જોરદાર કાર્યવાહી જારી રહી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer