અભિનંદનની સુરક્ષાને ખતરો હોવાથી શ્રીનગર બહાર બદલી

વાયુદળની વર્ધમાનને `વીરચક્ર' અન્ય 12 પાઈલટને `વાયુસેના મેડલ'ની ભલામણ

નવી દિલ્હી, તા. 20 : ભારતીય વાયુદળે સુરક્ષાના કારણોસર પાકિસ્તાનના એફ-16 યુદ્ધ વિમાનને તોડી પાડનારા બાહોશ વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનની શ્રીનગરથી બહાર બદલી કરવાનો આદેશ જારી  કર્યો છે.
વધુમાં દેશનાં વાયુદળે અભિનંદનને યુદ્ધના સમયમાં શૌર્ય બતાવવા બદલ શૌર્યચંદ્રક `વીરચક્ર'થી સન્માનિત કરવાની ભલામણ કરી છે.
ઉપરાંત, પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર બોમ્બ ફેંકીને હવાઇ હુમલા કરનારા મિરાજ 2000ના 12 પાઈલટને ``વાયુસેના મેડલ'થી સન્માનિત કરવાની ભલામણ પણ વાયુદળે કરી હતી.
જૈશ-એ-મોહમ્મદ જેવાં આતંકવાદી સંગઠનો તરફથી હુમલાની આશંકા સાથે અભિનંદનની સુરક્ષાને ખતરો હોવાના કારણે તેમની બદલી શ્રીનગરથી બહાર કરવાનો આદેશ અપાયો છે.
નવા સ્થળ પર તૈનાત કરવાથી પહેલાં વિંગ કમાંડર અભિનંદનને તબીબી પરીક્ષણોમાંથી પસાર થવાનું રહેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer