ટ્વીટર મારફતે જેટના કર્મચારીઓને મળી રહી છે નોકરી

ચેન્નઈ, તા. 20 : જેટ એરવેઝ બંધ થયા બાદ 22,000 કર્મચારીઓ રોજગાર સંકટનો સામનો કરી રહ્યા છે. 
આવકનો સ્ત્રોત બંધ થયા બાદ કર્મચારીઓની જીંદગીમાં મુશ્કેલીઓ ઉભી થઈ છે. તેવામાં આર્થિક તંગીનો સામનો કરી રહેલા જેટના કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા સહારો બન્યું છે. 
કેટલાય નાના અને મોટા કારોબારીઓ ટ્વીટરના માધ્યમથી નોકરીની ઓફર કરી રહ્યા છે. સ્પાઈજેટના સીએમડી અજયસિંહે 100 પાયલોટ, 200થી વધુ કેબિન ક્રૂ અને 200થી વધુ ટેક્નિકલ-એરપોર્ટ સ્ટાફને જોબની ઓફર આપી છે. 
આ દરમિયાન એક પબ્લિસીંગ કંપનીના માલિકે જેટના કર્મચારીઓને કસ્ટમર ફંક્શન સપોર્ટ માટે નોકરી આપી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer