બૅન્ક અૉફ બરોડા અને શ્રેઈ વચ્ચે સંયુક્ત લોન આપવા સહયોગ

મુંબઈ, તા. 20 :  શ્રેઈ ઈક્વિપમેન્ટ ફાઈનાન્સ અને બૅન્ક અૉફ બરોડા (બીઓબી) ઈન્ફ્રાસ્ટ્રક્ચ ઈક્વિપમેન્ટ માટે સંયુક્ત રીતે લોન આપવા સહયોગ કર્યો છે. કંપની પ્રવક્તાએ કહ્યું કે સહયોગ અંતર્ગત બંને સહયોગી એક બીજાના ગ્રાહકોને એક-મેકની પ્રોડક્ટ વેચી શકશે. આ અૉફારિંગ બિઝનેસ-ટુ-બિઝનેસ અને બિઝનેસ-ટુ-કસ્ટમર બંને માટે કામ કરશે.  આ સહયોગ અંતર્ગત શ્રેઈનું 'આઈક્વિપ્પો' પ્લેટફોર્મ લોનની સુવિધા પૂરી પાડશે.  
બૅન્ક અૉફ બરોડાના મૅનાજિંગ ડિરેક્ટર અને સીઈઓ પી. એસ. જયકુમારે કહ્યું કે `મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગ પ્રોજેક્ટ્સને સમયસર અને ઓછા ખર્ચે પૂરા કરવા માટે મેકેનાઈઝેશનમાં વૃદ્ધિ થઈ છે તેને ધ્યાનમાં રાખતાં ઈક્વિપમેન્ટના ફાઈનાસિંગ માટેની જરૂરિયાતમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે.'  
આ સહયોગથી શ્રેઈ અને બૅન્ક અૉફ બરોડાને પરસ્પરને સંબંધિત બજારો અને ગ્રાહકોનો વ્યાપ વધારવામાં મદદ મળશે.  
શ્રેઈ ઈક્વિપમેન્ટના મૅનાજિંગ ડિરેક્ટર ડી. કે. વ્યાસે કહ્યું કે, `આ સહયોગને પગલે ગ્રાહકો સસ્તા દરે લોન મેળવવાની સાથે વ્યાપક સ્તરની નૂતન બૅન્કિંગ પ્રોડક્ટ્સમાં રોકાણ કરી શકશે.'

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer