સત્યની ખરાઈ વિના મહિલાએ કરેલા આક્ષેપો

અંગે સંયમ દાખવવા મીડિયાને અનુરોધ
 
નવી દિલ્હી તા. 20: આક્ષેપો પાછળના કારણોનું અનુમાન લગાવતાં સીજેઆઈ ગોગોઈએ જણાવ્યું હતું કે તેઓ આવતા સપ્તાહે મહત્વના કેસો સાંભળવાના છે અને પેલી મહત્વની બાબતોને સાંભળવાથી મને વારવાનો આ પ્રયાસ છે. (કોંગ્રેસ રાહુલ ગાંધી વિરુદ્ધની અદાલતી તિરસ્કારની અરજી, પીએમ નરેન્દ્ર મોદી પર બનેલી બાયોપિકની રીલીઝ તથા મતદારોને મોટી રકમની અપાતી લાંચના મુદ્દે તમિળનાડુમાંની ચૂંટણી ઠેલવામાં આવે તેમ ઝંખતી અરજી- વ. બાબતો સીજેઆઈ આવતા સપ્તાહે સાંભળવાના છે.) 
ગુનાઈત ઈતિહાસ ધરાવતી અને ગુનાઈત રેકર્ડ માટે ચાર દિવસ જેલમાં ય જઈ આવેલી મહિલાએ કરેલા, ખરાઈ કર્યા વિનાના આરોપો કેટલાક મીડિયાએ પ્રકાશિત કર્યા હોવાનું જણાવી સીજેઆઈએ ઉમેર્યુ હતું કે મહિલાને તેની વર્તણૂક બાબતે પોલીસે ય ચેતવી છે.
સીજેઆઈએ આ બાબતે કોઈ આદેશ આપવાથી દૂર રહ્યા હતા, જયારે અન્ય બે જજો-જસ્ટીસ મિશ્રા અને ખન્નાએ મીડિયાને જવાબદારીથી અને ડહાપણભેર વર્તવા અને સત્યની ખરાઈ કર્યા વિના મહિલાની ફરિયાદ પ્રકાશિત ન કરવા વિનંતી કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer