રાજ્ય કોઈ વ્યકિતને નાસ્તિકનો દરજ્જો કેમ આપી ન શકે ?

ગુજરાત સરકારને હાઈ કોર્ટનો સવાલ
 
નવી દિલ્હી તા. 20: ગુજરાત હાઈ કોર્ટે રાજય સરકારને સવાલ કર્યો છે કે રાજય કોઈ વ્યકિતને નાસ્તિકનો દરજ્જો કેમ ન આપી શકે ? રાજીવ ઉપાધ્યાય (3પ) નામના ઓટોરીક્ષાચાલકે કરેલી અરજી પર સુનાવણી કરી રહેલી કોર્ટે આમ પૂછયું હતું. અમદાવાદ જિલ્લા કલેકટરે અરજદાર રાજીવના ધર્મને ધર્માંતરવિરોધી કાયદા તળે હિન્દુ બદલીને નાસ્તિક કરી આપવા મનાઈ કરતા અરજદારે હાઈ કોર્ટમાં ધા નાખી હતી. કલેકટરે તેને જણાવ્યુ હતું કે કોઈ પણ વ્યકિત તેની ઈચ્છાથી એક ધર્મમાંથી બીજા ધર્મમાં પરિવર્તન કરી શકે છે, પરંતુ એક ધર્મમાંથી નાસ્તિક થઈ જવા કાયદામાં કોઈ જોગવાઈ નથી.
2011ની વસતિ ગણતરી મુજબ, આશરે 29 લાખ લોકોએ ધર્મનો ઉલ્લેખ નહીં ની કેટેગરી પસંદ કરી હતી. તેને જો કે કુલ જનસંખ્યાના 0.2 ટકા જ કહી શકાય. 01માં આશરે 7 લાખ લોકો એવા હતા જેમણે પોતાના ધર્મનો ઉલ્લેખ કર્યો ન હતો. તે જોતાં એક દસકામાં આમાં ચાર ગણો વધારો થયો છે. આ સમય દરમિયાન અન્ય ધર્મોમાં માનનારાઓની સંખ્યામાં એટલી તેજીથી વધારો થયો નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer