મોરારિબાપુના લઘુબંધુ જાનકીદાસ હરિયાણી (ટીકાબાપુ)નું નિધન

મોરારિબાપુના લઘુબંધુ જાનકીદાસ હરિયાણી (ટીકાબાપુ)નું નિધન
આજે અંતિમવિધિ કરાશે
મહુવા, તા. 13 : વિશ્વવંદનિય શ્રી મોરારિબાપુના લઘુબંધુ જાનકીદાસ પ્રભુદાસ હરિયાણી (ટીકાબાપુ) (ઉ.54) નું આજરોજ અમદાવાદ ખાતે ટૂંકી સારવાર બાદ નિધન થયું છે. તેમના નિધનના સમાચારની જાણ થતાં ભાવિકો ભક્તો, સીતારામ પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરેલ છે.
થોડા દિવસ પહેલા સ્વ.જાનકીદાસબાપુ (ટીકાબાપુ)ની તબીયત સારી ન હોય સારવારાર્થે મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવારમાં રાખવામાં આવેલ. જ્યાંથી વધુ સારવારાર્થે 2 દિવસ પહેલાં અમદાવાદ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં તેઓએ તા.13ના સારવાર દરમિયાન દેહ છોડેલ. 
શ્રી મોરારિબાપુ હાલમાં ઉત્તરપ્રદેશ ખાતે રામકથામાં હોય આવતી કાલે તા.14ને રવિવારે કથા પૂર્ણ કરી તલગાજરડા ખાતે આવશે. ત્યારબાદ જાનકીદાસબાપુ (ટીકાબાપુ)ની અંતિમવિધિ કરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer