કુર્લામાં અસ્વચ્છ પાણીથી લીંબુ શરબત બનાવનારને પાંચ લાખ રૂપિયાનો દંડ

કુર્લામાં અસ્વચ્છ પાણીથી લીંબુ શરબત બનાવનારને પાંચ લાખ રૂપિયાનો દંડ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : કુર્લા રેલવે સ્ટેશનમાં હાર્બર લાઇનના પ્લૅટફૉર્મ ક્રમાંક-સાત અને આઠ ઉપર અસ્વચ્છતા અને આરોગ્ય માટે જોખમી લીંબુ શરબત બનાવવાનો વીડિયો વ્યાપક પ્રમાણમાં વાઇરલ થયો હતો. તેના પગલે મધ્ય રેલવેએ વિક્રેતાને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ત્યાર પછી રેલવે વહીવટી તંત્રે આકરાં પગલાં લીધાં હતાં ત્યાર પછી રેલવે વહીવટી તંત્રે આકરાં પગલાં લઇને પ્લૅટફૉર્મ ઉપર વેચાતાં ખુલ્લાં શરબત ઉપર બંધી લાદી હતી.
લીંબુ શરબતના વીડિયોમાં તે બનાવવા અસ્વચ્છ પાણી વપરાતું હોવાનું સ્પષ્ટપણે દેખાય છે. તે વીડિયો પછી રેલવે સ્ટેશન ઉપર મળતાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનો પ્રશ્ન ચર્ચાએ ચઢ્યો હતો. તે પાર્શ્વભૂમિ ઉપર મધ્ય રેલવે દ્વારા ખુલ્લાં શરબતનાં વેચાણ ઉપર બંધી લાદવામાં આવી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતા દ્વારા તાજેતરમાં રસ્તા ઉપરનાં ઠંડાં પીણાં અંગે કરવામાં આવેલાં સર્વેક્ષણમાં આંચકાજનક માહિતી જાણવા મળી હતી. તેમાં 87 ટકા નમૂનામાં દૂષિત ઘટક મળી આવ્યા હતા. લીંબુ શરબતના 204માંથી 157 નમૂના પીવા માટે જોખમી હોવાનું માલૂમ પડયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer