રાજ ઠાકરેની સભાનો ખર્ચ કૉંગ્રેસ -રાષ્ટ્રવાદીના ઉમેદવારોના ચૂંટણીખર્ચમાં નાખો : તાવડે

રાજ ઠાકરેની સભાનો ખર્ચ કૉંગ્રેસ -રાષ્ટ્રવાદીના ઉમેદવારોના ચૂંટણીખર્ચમાં નાખો : તાવડે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો એકપણ ઉમેદવાર લોકસભાની ચૂંટણી નહીં લડતો હોવા છતાં રાજ ઠાકરે આખા મહારાષ્ટ્રમાં પ્રચારસભા લઈ રહ્યા છે. રાજ ઠાકરેની સભા કોના પ્રચાર માટે છે? તે સભાનો ખર્ચ ક્યા ઉમેદવારના ખર્ચમાં દેખાડયો? તે અંગે મુખ્ય ચૂંટણી અધિકારીએ સ્પષ્ટતા કરવી જોઇએ. રાજ ઠાકરેની સભાનો ખર્ચ કૉંગ્રેસ-રાષ્ટ્રવાદીના ઉમેદવારોના ચૂંટણીખર્ચમાં નાખવો જોઇએ.
એમ ભાજપની મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી વ્યવસ્થાપન સમિતિ દ્વારા વિનોદ તાવડેએ જણાવ્યું છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અશ્વિનીકુમારને લખેલા પત્રમાં વિનોદ તાવડેએ જણાવ્યું છે કે રાજ ઠાકરેએ જાહેર સભા યોજીને ભાજપને અને વડા પ્રધાન મોદીને પરાભૂત કરવાની તેમ જ કૉંગ્રેસ-રાષ્ટ્રવાદીના ઉમેદવારોને વિજયી બનાવવાની અપીલ કરે છે. આ પ્રચારમાં કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીની તરફેણ કરવામાં આવે છે. મનસેની સભાનો ખર્ચ કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ઉમેદવારોના ચૂંટણીખર્ચમાં નાખવો જોઇએ એમ તાવડેએ ઉમેર્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer