અલ્પેશ ઠાકોરને વિધાનસભ્ય તરીકે અપાત્ર ઠેરવવા કૉંગ્રેસ જશે હાઈ કોર્ટમાં

અલ્પેશ ઠાકોરને વિધાનસભ્ય તરીકે અપાત્ર ઠેરવવા કૉંગ્રેસ જશે હાઈ કોર્ટમાં
અમદાવાદ, તા. 13 : કૉંગ્રેસ પક્ષે અલ્પેશ ઠાકોરનું વિધાનસભ્યપદ રદ કરાવવા માટે ગુજરાત વડી અદાલતનો આશરો લેવાની તૈયારીઓ શરૂ કરી છે. સાત જેટલા ધારાશાત્રીઓએ તે માટેનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.
આ હેતુસર કોર્ટમાં થનારી કાનૂની લડાઈ માટે કૉંગ્રેસ પક્ષ સજ્જ થઈ રહ્યો છે. આ માટે સોમવારે ગુજરાત વડી અદાલતમાં અરજી કરવામાં આવશે એવી શક્યતા છે. પ્રમુખ અમિત ચાવડા ડ્રાફ્ટને મંજૂરી આપે પછી કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે કૉંગ્રેસમાં ઠાકોર જ્ઞાતિની અવગણના કરાય છે અને પક્ષમાં આંતરકલહ પ્રવર્તતો હોવાનું જણાવીને અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસને અલવિદા કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer