સિંધુ સિંગાપુર ઓપનમાંથી બહાર : ઓકુહારા ફાઈનલમાં

સિંધુ સિંગાપુર ઓપનમાંથી બહાર : ઓકુહારા ફાઈનલમાં
નવી દિલ્હી, તા. 13 :  ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ભારતની પીવી સિંધૂને ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા નાઓમી ઓકુહારાએ હરાવીને સિંગાપુર ઓપનમાંથી બહાર કરી  છે. જાપાની ખેલાડીએ સિંધૂને સીધા સેટમાં 21-7, 21-11થી હરાવી હતી. બન્ને ખેલાડીઓ વચ્ચે આ 14મો મુકાબલો હતો. બન્ને સાત-સાત મેચ જીત્યા છે. સિંધૂની હાર સાથે જ ટૂર્નામેન્ટમાં ભારતીય પડકાર પણ સમાપ્ત થયો છે. ઓકુહારાએ ટૂર્નામેન્ટના સેમિફાઈનલમાં દમદાર શરૂઆત કરીને પહેલા પાંચ અંક પોતાના નામે કર્યા હતા. સિંધૂ વચ્ચે એક અંક મેળવવામાં સફળ થઈ હતી પણ ઓકુહાર સામે વાપસી કરી શકી નહોતી. આ દરમિયાન સિંધૂએ ઘણી ભુલો પણ કરી હતી. જેના કારણે ઓકુહારાએ સરસાઈ મેળવી લીધી હતી. હવે ફાઈનલમાં ઓકુહારાનો સામનો તાઈવાનની તાઈ જૂ યિંગ સામે થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer