ભારતને ટેનિસમાં રોલ મોડેલ્સની જરૂર : જસ્ટિન હેનીન

ભારતને ટેનિસમાં રોલ મોડેલ્સની જરૂર : જસ્ટિન હેનીન
નવી દિલ્હી, તા. 13 : ભારતમાં ટેનિસ સૌથી વધુ પ્રચલિત નથી પણ પૂર્વ નંબર વન ખેલાડી જસ્ટિન હેનીન મહિનાના અંતમાં ભારત આવશે તો ટેનિસને પ્રચલિત કરવા માટે અમુક બાબતોમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરશે. સાત વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા હેનીન 23 એપ્રિલથી 1 મે વચ્ચે રોલાં ગેરો વાલ્ડ કાર્ડ સિરિઝ માટે ભારત આવશે. આ ટૂર્નામેન્ટ દેશમાં યુવા ખેલાડીઓને ક્લે કોર્ટ ઉપર ટેનિસ રમવાનો મોકો આપશે. બેલ્જિયમની પૂર્વ દિગ્ગજ ખેલાડી આ સમયમાં દેશના ખેલાડીઓ ઉપર સકારાત્મક પ્રભાવ છોડવાનો પ્રયાસ કરશે. જસ્ટિન હેનીનના કહેવા પ્રમાણે ભારતમા ટેનિસ પ્રચલિત ન થવાનું મોટુ કારણ રોલ મોડેલનો અભાવ છે. દેશમાં લિએન્ડર પેસ, મહેશ ભુપતિ અને સાનિયા મિર્ઝા જેવા દિગ્ગજ ખેલાડી છે પણ દેશમાંથી સતત મોટા ખેલાડીઓ સામે આવી રહ્યા નથી.  હેનીનના કહેવા પ્રમાણે રોલ મોડેલ બાળકોને ટેનિસ પ્રત્યે આકર્ષિત કરે છે. શિર્ષ સ્તરના ખેલાડીઓથી તેઓ પ્રેરિત થાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer