આજે ચેન્નઈ અને કેકેઆર વચ્ચે ટક્કર

આજે ચેન્નઈ અને કેકેઆર વચ્ચે ટક્કર
અન્ય એક મૅચમાં દિલ્હી કૅપિટલ્સ હૈદરાબાદ સામે ટકરાશે

નવી દિલ્હી, તા. 13 : પોઈન્ટ ટેબલમાં શિર્ષ સ્થાને રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ રવિવારના આઈપીએલ મેચમાં દિલ્હી કેપિટલ્સની જેમ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે બીજી જીત મેળવવાનો પુરો પ્રયાસ કરશે. સ્થાનિક ટીમ સતત બે હારથી લયમાંથી ફેંકાઈ છે. આ અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સને ચેન્નઈ અને દિલ્હી સામે હારનો સામનો કરવો પડયો હતો. તેવામાં હવે કોલકાતા ચેન્નઈની મજબુત ટીમ સામે દબાણમાં રહેશે. અન્ય એક મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ અને હૈદરાબાદ વચ્ચે રોમાંચક જંગ જોવા મળશે. 
છેલ્લી બે હારે કોલકાતાની આંદ્રે રસેલ ઉપર જરૂર કરતા વધુ નિર્ભરતા બતાવી છે. પરંતુ વિરોધી ટીમને આ ધુરંધર ખેલાડીને રોકવાનો કિમિયો મળી ગયો છે. જેનાથી તેઓ રસેલને ઓછા સ્કોરમાં રોકી શકશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમાં પણ રસેલને કાંડામાં ઈજા થતા હવે ચેન્નઈ સામે રમશે કે નહી તેના ઉપર પ્રશ્નાર્થ સર્જાયો છે.  રસેલે કેકેઆર તરફથી 6 ઈનિંગમાં 40થી વધુ રન કર્યા છે અને તેનું ના રમવું કેકેઆર માટે ઝટકારૂપ બનશે. જો કે શુભમન ગીલનું ફોર્મ રસેલની કમીને પુરી કરી શકશે. દિલ્હી સામે ગીલને ઈનિંગની શરૂઆત કરવા મોકલવામાં આવ્યો હતો અને તેણે 39 બોલમાં 65 રન કર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer