શિખર ધવનના ફોર્મની વાપસી ખુશીની વાત : ગાંગુલી

શિખર ધવનના ફોર્મની વાપસી ખુશીની વાત : ગાંગુલી
કોલકાતા, તા. 13 : દિલ્હી કેપિટલ્સના સલાહકાર સૌરભ ગાંગુલીએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે આઈપીએલ મેચમાં નોટઆઉટ 97 રનની ઈંિનંગ રમીને શિખર ધવનના ફોર્મમાં પરત ફરવા ઉપર ખુશી વ્યક્ત કરી છે.  મેચ બાદ ગાગુલીએ કહ્યું હતું કે, એક વખત શિખર ધવન સેટ થાય તો વિરોધી ટીમ પાસેથી મેચ દૂર લઈ જવાની ક્ષમતા રાખે છે. દિલ્હી કેપિટલ્સ ધવનને દરેક મેચમાં સામેલ કરવા માટે તત્પર હતું અને તે ફોર્મમાં પરત ફરી રહ્યો છે તે સારી બાબત છે. વિશ્વકપમાં ધવન મદદરૂપ બની રહેશે કે કેમ તેવા સવાલના જવાબમાં ગાંગુલીએ કહ્યંy હતું કે, વિશ્વકપ એક અલગ ફોર્મેટ છે અને શિખર ઈંગ્લેન્ડમાં સારૂ રમી ચૂક્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer