જલિયાંવાલાથી મોટો નરસંહાર રાજસ્થાનનો; બ્રિટન માફી માગે

આદિવાસી સમુદાયે કહ્યું : માનગઢ હત્યાકાંડમાં 1500 આદિવાસીની હત્યા કરાઈ હતી
 
જયપુર, તા. 13 : રાજસ્થાનમાં જલિયાંવાલાથી પણ મોટો નરસંહાર થયો હતો તેવું કહેતાં આ રાજ્યના એક આદિવાસી સમુદાયે એવી માંગ કરી છે કે, બ્રિટન તેમના પૂર્વજોના હત્યાકાંડ બદલ માફી માગે.
અમૃતસરના જલિયાંવાલા બાગકાંડથી લગભગ સાડા પાંચ વર્ષ પહેલાં થયેલા રાજસ્થાનના હત્યાકાંડમાં જલિયાંવાલા કરતાં વધુ આદિવાસી અંગ્રેજોના હાથે શહીદ થયા હતા, પરંતુ તેને ઈતિહાસમાં ભુલાવી દેવાયો છે, તેવું તેમણે જણાવ્યું હતું. ભારતીય ટ્રાઈબલ પાર્ટી અને રાજસ્થાનના કેટલાક અન્ય સંગઠનોએ જણાવ્યું હતું કે, હત્યાકાંડની આ ઘટના 17મી નવેમ્બર, 1913ના દિવસે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના માનગઢમાં થઈ હતી.
બ્રિટિશ દસ્તાવેજો મુજબ જલિયાંવાલાકાંડમાં બ્રિટનની સેનાએ 349 જેટલા લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી હતી, જ્યારે માનગઢના નરસંહારમાં લગભગ 1500 આદિવાસીની હત્યા કરાઈ હતી.
મેવાડના ઈતિહાસવિદ્ ચંદ્રશેખર શર્માના મત મુજબ બ્રિટિશ દસ્તાવેજોમાં રાજસ્થાન હત્યાકાંડના મૃતકોની સંખ્યાનો ઉલ્લેખ જ નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer