ઘરેથી નાસેલા પુત્ર તેજપ્રતાપને રાબડીની અપીલ

`બહુત હુઆ, લૌટ આઓ અબ'
પટણા, તા. 13: રાજદના વડા લાલુપ્રસાદના પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ તેમના જયેષ્ઠ પુત્ર તેજપ્રતાપ યાદવને ઘેર પરત ફરવા ભાવુકતાભરી અપીલ કરી છે. ગયા વર્ષે રાંચીની જેલમાં બંદી પિતા લાલુપ્રસાદની મુલાકાત લીધા બાદ અને તેની નવપરિણીત પત્ની ઐશ્વર્યાથી છૂટાછેડા માગતી અરજી કોર્ટમાં નોંધાવ્યા બાદ ઘેર પરત ન આવી કુટુંબથી નોખા રહેતા તેજપ્રતાપને અનુલક્ષી હિન્દીમાં કહ્યુ હતું કે `બહુત હુઆ, લૌટ આઓ બેટા'.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer