વાઈસ એડમિરલ કરમબીર સિંહ નૌકાદળના નવા વડા

વાઈસ એડમિરલ કરમબીર સિંહ નૌકાદળના નવા વડા
નવી દિલ્હી, તા. 23 : વાઈસ એડમિરલ કરમબીર સિંહને નૌકાદળના આગામી પ્રમુખ પદે નિયુક્ત કરાયા છે તેવી જાણકારી સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ શનિવારે આપી હતી.
સિંહ એડમિરલ સુનીલ લાંબાનું સ્થાન લેશે જે 31મી મેના સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. વર્તમાનમાં વાઈસ એડમિરલ સિંહ વિશાખાપટ્ટનમમાં પૂર્વીય નૌકાદળ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ તરીકે કાર્યરત છે.
અહેવાલો અનુસાર સિંહને સુકાન સોંપવાનો ફેંસલો સરકારે સિનિયોરિટી (વરિષ્ઠતા)ને અવગણતાં લીધો છે.
એડમિરલ બિમલ શર્મા સિંહના સિનિયર છે છતાં સરકારે કરમબીર પર ભરોસો દર્શાવ્યો છે. અગાઉ સૈન્ય વડા તરીકે જનરલ બિપિન રાવતને નિયુક્ત કરતી વખતે પણ સરકારે સિનિયોરિટી પર ધ્યાન આપ્યું નહોતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer