સીરિયામાંથી ઇસ્લામિક સ્ટેટનો ખાતમો : સેનાઓને મોટી સફળતા

સીરિયામાંથી ઇસ્લામિક સ્ટેટનો ખાતમો : સેનાઓને મોટી સફળતા
સીરિયા, તા. 23 : સીરિયામાં અમેરિકા સમર્થિત દળોએ આજે ઘોષણા કરી હતી કે તેઓએ ખતરનાક આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો ખાતમો કર્યો છે. દળોએ જાહેરાત કરી હતી કે સીરિયામાં ઈસ્લામિક સ્ટેટના કબ્જાગ્રસ્ત ક્ષેત્રના અંતિમ ગઢ બઘૌજને મુક્ત કરાવી લેવામાં આવ્યો છે. આ સાથે જ 2014થી જારી યુદ્ધનો પણ અંત જાહેર કરવામાં આવ્યો હતો. કુર્દ નેતૃત્વવાળી સીરિયન ડેમોક્રેટિક ફોર્સે પૂર્વી સીરિયાના બઘૌજ ગામ પર કબ્જો કર્યો હતો. અનેક સપ્તાહો સુધી ચાલેલી લડાઈમાં અહીં હજારો લોકો માર્યા ગયા હતા.
એસડીએફના પ્રવક્તા મુસ્તફા બાલીએ જણાવ્યું હતું કે, બઘૌજ આઝાદ છે અને આઈએસ વિરુદ્ધ સૈન્યજીત મળી ગઈ છે. આઈએસના અંતિમ ગઢમાં આતંકવાદીઓનો અંત આવ્યો છે, જે સીરિયા અને ઈરાકના મોટાભાગમાં ફેલાયેલા છે, પરંતુ સમૂહ સીરિયા અને ઈરાકમાં વિખરાયેલી ઉપસ્થિતિ અને સ્લીપર સેલ જાળવી રાખે છે. 
સીરિયાને મુક્ત કરાવવા માટે આશરે પાંચ વર્ષ સુધી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમ્યાન એક લાખથી વધુ બોમ્બને હટાવવામાં આવ્યા હતા. એક દિવસ પહેલાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી હવે સીરિયામાં કોઈપણ ક્ષેત્ર પર નિયંત્રણ ધરાવતા નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer