ફિન્ચની સદીથી અૉસ્ટ્રેલિયાએ જીતી શારજાહ વનડે

ફિન્ચની સદીથી અૉસ્ટ્રેલિયાએ જીતી શારજાહ વનડે
પાકિસ્તાનની આઠ વિકેટે હાર : પાંચ વનડેની શ્રેણીમાં અૉસિને 1-0ની સરસાઈ

શારજાહ, તા. 23 : કેપ્ટન આરોન ફિંચ (116)ના દમદાર શતકની મદદથી ઓસ્ટ્રેલિયાએ પાંચ વનડે મેચની શ્રેણીના પહેલા મેચમાં પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. 
ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા પાકિસ્તાની ટીમે હેરિસ સોહેલના 101 રનની મદદથી નિર્ધારીત 50 ઓવરમાં 5 વિકેટના નુકશાને 280 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ફિંચની તોફાની બેટિંગના સહારે 49 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને જ લક્ષ્યાંક પાર પાડયું હતું. 
જીત સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમે શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. મેચમાં ફિન્ચને બેટિંગના કારણે મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
ફિન્ચે 135 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 116 રન કર્યા હતા. મેચમાં પાકિસ્તાની ટીમની શરૂઆત જ નબળી રહી હતી. જેમાં 35 રનના સ્કોરે જ સલામી બેટ્સમેન ઈમામ ઉલ હકના રૂપમાં પહેલી વિકેટ પડી હતી. ત્યાર બાદ ટીમના 78 રનના સ્કોરે શાન મસૂદ પણ પેવેલિયન પરત ફર્યો હતો. જો કે ત્રીજી વિકેટ માટે હેરિસ સોહેલ અને ઉમર અકમલ વચ્ચે 98 રનની ભાગીદારી થઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન કુલ્ટરે 2 વિકેટ લીધી હતી. 
લક્ષ્યનો પિછો કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી હતી અને પહેલી વિકેટ માટે ફિન્ચ અને ઉસ્માન ખ્વાજા વચ્ચે 64 રનની ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ બીજી વિકેટ માટે ફિન્ચ અને માર્શે 171 રન જોડયા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer