આઈપીએલની શરૂઆતની 6 મૅચ નહીં રમે લસિથ મલિંગા

આઈપીએલની શરૂઆતની 6 મૅચ નહીં રમે લસિથ મલિંગા
મુંબઈ, તા. 23 :  મુંબઈ ઈન્ડિયન્સનો ઝડપી બોલર લસિથ મલિંગા આઈપીએલના શરૂઆતી 6 મેચ રમી શકશે નહી. એક અહેવાલ પ્રમાણે વિશ્વકપ માટે શ્રીલંકાની ટીમમાં જગ્યા બનાવવા માટે મલિંગા દ્વારા શરૂઆતી મેચ ન રમવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મલિંગાના કહેવા પ્રમાણે આઈપીએલમાં રમવા માટે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પાસે એનઓસી માગવામાં આવ્યું હતું. જેના મુદ્દે બોર્ડે કહ્યું હતું કે જે ખેલાડી વર્લ્ડ કપમાં રમવા માગે છે તેઓએ સ્થાનિક ટૂર્નામેન્ટ રમવી પડશે. આ જ કારણથી વિશ્વકપમાં જગ્યા બનાવવા સ્થાનિક ટૂર્નામેન્ટને પ્રાથમિકતા આપવામાં આવી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer