ગુજરાતમાં 15 બેઠકો માટે ભાજપના ઉમેદવારો જાહેર

મોટા ભાગના વર્તમાન સાંસદ

નવી દિલ્હી, તા. 23: ભાજપ દ્વારા ગુજરાત માટે વધુ 15 ઉમેદવારોના નામની જાહેરાત આજે રાત્રે કરી હતી. જેમાં સુરેન્દ્રનગર સિવાય મોટાભાગના વર્તમાન સાંસદોને ફરીવાર ટિકીટ આપવામાં આવી છે.
સૌ પ્રથમ ગાંધીનગર બેઠક માટે ભાજપ પ્રમુખ અમિત શાહના નામની જાહેરાત કર્યા બાદ આજે વધુ 15 નામ જાહેર કરાયા છે. હજુ પણ 10 બેઠકના નામ જાહેર થવા બાકી છે. સુરત શહેર અને અમદાવાદની બેઠકના નામ પણ બાકી રાખવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના સાત બેઠક પૈકી પાંચના ઉમેદવારના નામ જાહેર થયા છે. જૂનાગઢ અને સોમનાથ-વેરાવળ બેઠકના નામ બાકી રખાયા છે અને એમાં માત્ર સુરેન્દ્રનગરમાં જ બદલાવ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં દેવજીભાઇ ફતેપરાને ફરી ટિકીટ ન આપી એમની જગ્યાએ ડોકટર મહેન્દ્ર મુંજપરાને ટિકીટ આપવામાં આવી છે. મુંજપરા સુરેન્દ્રનગરના જાણીતા સર્જન છે અને ચુંવાળીયા કોળીમાં જાણીતું નામ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંવાળીયા કોળીના મતોનું પ્રમાણ વધારે હોવાથી એમની પસંદગી થઇ હોય એવું શકય છે. આ પહેલાં પણ ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક માટે એમનું નામ ચર્ચાયુ હતું. દેવજીભાઇ ફતેપરા સામે કેટલીક ફરિયાદો હોવાના કારણે તેમને રીપીટ ન કરાયા હોવાનું સમજાય છે.
સૌરાષ્ટ્રની અન્ય બેઠકોની નામાવલી જોઇએ તો રાજકોટમાં મોહનભાઇ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer