સાંડેસરા બંધુઓને 21 દેશોમાં શોધવામાં આવશે

નવી દિલ્હી, તા.23: સ્ટર્લિગ બાયોટેક કંપનીએ 8100 કરોડનું કૌભાંડ આચર્યા પછી પ્રમોટરો દેશ થોડીને અલ્બેનિયા ભાગી ગયાની શંકા છે. ગઇકાલે હિતેષ પટેલની અલ્બેનિયાથી ધરપકડ કરાયા પછી બાકીના લોકો પણ ત્યાં જ હોવાની સંભાવના વધી ગઇ છે. દિલ્હીની નીચલી અદાલતે શનિવારે બિરટન તથા યુએઇ સહિતના કુલ 21 દેશોને લેટર્સ રોગેટરી મોકલવા માટેની મંજૂરી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટને આપી છે.
ઇડી દ્વારા અલ્બાનીયાની સરકારને એલઆર મોકલવામાં આવશે. અદાલતના ખાસ વકીલ નિતેષ રાણાએ અદાલતને જણાવ્યું હતુ કે, નિતીન સાંડેસરા તથા ચેતન સાંડેસરાએ અલ્બેનીયાનું નાગરિકત્વ અપનાવી લીધું છે. હવે ત્યાંથી પ્રત્યાર્પણ થાય એ માટે ઇડીએ મંજૂરી માગી હતી અને અદાલતે આપી પણ છે.
ઇડી દ્વારા સીંગાપોર, સ્વિત્ઝર્લેન્ડ, હોંગકોંગ, ઇન્ડોનેશિયા, બાર્બાડોઝ, બરમૂડા, બ્રિટીશ વર્જિન ટાપુ, સાઇપ્રસ, કોમોરોસ, લિચટેસ્ટાઇન,મોરેશિયસ, નાઇઝીરીયા તથા સેશલ્સ જેવા ટાપુઓનો સમાવેશ થાય છે. ઇડી મની લોન્ડરીંગ મુદ્દે તપાસ કરી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer