પત્રકારો વિશે અશોભનીય ટિપ્પણીથી મીડિયા જગતમાં રોષ

`વાંધો તારા બાપને હતો જ નહીં' : જવાહર ચાવડાનો બફાટ

આવી માનસિકતાવાળા લોકશાહી પર તરાપ મારે છે : રેશ્મા પટેલનો વિરોધ

અમદાવાદ, તા.23 : માણાવદરમાં શુક્રવારે સાંજે આહીર સમાજનું સંમેલન યોજાયુ હતું ત્યાં જૂનાગઢના માણાવદરના કોંગેસના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના પ્રધાન જવાહર ચાવડાનો એક વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે જેમાં એક પત્રકારના એક સવાલનો જવાબ આખા સમાજના લોકો વચ્ચે આપીને છડે આમ  ધજાગરા ઉડવી દીધા છે જવાહર ચાવડાએ ગેલમાં આવી  જણાવ્યું હતું કે વાંધો તારા  બાપને હતો જ નહીં
આ મામલે રેશ્મા પટેલે કહ્યું હતું કે, લોકશાહીના ચોથા પીલર સમાન પત્રકાર જગતને હું હંમેશા સલામ કરુ છું  પત્રકારોને કોઇ પણ સવાલ પુછવાનો અધિકાર છે નેતાઓને સારા પ્રશ્નો પુછે એ જ ગમતું હોય છે કડવા પ્રશ્નો પુછે તો પત્રકાર મિત્રોના અપમાન કરે છે  આવી માનસિકતાવાળાઓ ક્યાંક ને ક્યાંક લોકશાહી અને લોકહિત પર તરાપ મારે છે
તળપદી ભાષા બોલ્યો, ખરાબ ઇરાદો નહોતો ? ચાવડાનો ખુલાસો
દરમિયાન આ અંગે જવાહર ચાવડાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, મીડિયા માટે બોલવાનો મારો કોઇ ખરાબ ઇરાદો ન હતો. પરંતુ હું તળપદી ભાષા બોલ્યો હતો. પણ સરકારના કેબિનેટ મંત્રી મીડિયા માટે અભદ્ર વર્તન સાંખી લેવાય તેવું ન જણાતા જવાહરભાઇએ સોશ્યલ મીડિયામાં સ્પષ્ટતા કરવી પડી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer