મોદી, જેટલી અર્થશાત્ર જાણતા નથી : સ્વામીએ સર્જ્યો વિવાદ

કોલકાતા, તા. 23 (પીટીઆઇ) : ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ શનિવારે એવો દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે નાણાં મંત્રી અરૂણ જેટલી બન્ને અર્થશાત્ર જાણતા નથી.
વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યસ્થા હોવા છતાં તેમણે ભારતને પાંચમી મોટી અર્થવ્યવસ્થા ગણાવી, તેવું સ્વામીએ કહ્યું હતું. જીડીપી ગણતરીની વૈજ્ઞાનિક રીતે સ્વીકાર્ય પ્રક્રિયા પ્રમાણે અમેરિકા અને ચીન પછી ભારતનું સ્થાન છે, તેવું તેમણે ઉમેર્યું હતું.
તો પછી આ બન્ને નેતા ભારતને પાંચમું સ્થાન શા માટે આપે છે, તે સમજાતું નથી, તેવું ટિપ્પણીઓ દ્વારા અનેક વાર વિવાદનો વંટોળ સર્જતા ભાજપ નેતાએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer