તબીબી જટીલતાઓના કારણે ભારત આવી શકું નહીં : મેહુલ ચોકસી

મુંબઈ, તા. 23: પીએનબી ફ્રોડ કેસના આરોપી મેહુલ ચોકસીએ ગયા વર્ષના જૂનમાં એવું કારણ આગળ ધર્યુ હતું કે `ભારતમાં હાલ મોબ લિન્ચિંગની શ્રેણીબદ્ધ ઘટનાઓ બની રહી હોઈ જાનને ખતરો હોવાથી ભારતનો પ્રવાસ કરી શકું તેમ નથી.' 107 કિલો વજન સાથે કલાસ-3ની  ભારે જોખમી મેદસ્વિતા, મધુપ્રમેહ અને આર્થરાઈટીસ સહિતની વિવિધ બીમારીઓથી પોતે પીડાતો હોવાનો દાવો કરતી  અને 2011થી  ફેબ્રુ.'19 દરમિયાનની તબીબી પરિસ્થિતિ સાથે 37 મુદ્દાની રજૂઆત મેહુલ ચોકસીએ ગઈ કાલે પીએમએલએ કોર્ટ સમક્ષ કરી હતી. ફયુજીટીવ ઈકોનોમિક ઓફેન્ડર્સ એકટ હેઠળ ઈડીની અરજી અંગેની દલીલો પરની સુનાવણી ગઈ કાલે ઠરાવાઈ હતી. 
  કેસના મુખ્ય આરોપી નીરવ મોદીના મામા મેહુલ ચોકસીએ તેની અરજીમાં એવો દાવો કર્યો છે કે કેસ સબબ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ની તપાસ માટે ભારત પરત આવવા મેં ઈનકાર નથી કર્યો પરંતુ મારી તબીબી હાલતના કારણે હું પ્રવાસ કરી શકું તેમ નથી. હાલ એન્ટીગ્વામાં વસતો ચોકસી અગાઉ પણ એવા દાવા કરી ચૂકયો છે કે તેની તબીબી જટીલતાઓના કારણે તે 41 કલાકનો હવાઈ પ્રવાસ કરી શકે તેમ નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer