કૉંગ્રેસે સાતમી સૂચિમાં વધુ 34 ઉમેદવાર જાહેર કર્યા

રાજ બબ્બરની બેઠક બદલાઇ

નવી દિલ્હી, તા. 23 (પીટીઆઈ) : કોંગ્રેસે ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓરિસ્સા, જમ્મુ-કાશ્મીર, તામિલનાડુ, ત્રિપુરા અને પોંડિચેરીમાં લોકસભાની 34 બેઠક માટે ઉમેદવારો ઘોષિત કર્યા હતા. 
પાર્ટી મહાસચિવ મુકુલ વાસનિકની તરફથી ગઈ મોડી રાત્રે જારી સૂચિ અનુસાર પક્ષે ઉત્તરપ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અભિનેતા રાજ બબ્બરની બેઠક બદલાવી તેમને ફત્તેહપુર સિકરીથી ઉમેદવાર બનાવ્યા છે. આ પહેલાં તેમને મુરાદાબાદથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. હવે જાણીતા કવિ ઈમરાન પ્રતાપગઢી મુરાદાબાદથી લડશે.
એક સમયે બસપા પ્રમુખ માયાવતીના વિશ્વાસુ રહેલા અને ગયા વર્ષે કોંગ્રેસમાં સામેલ થયેલા નસીમુદ્દીન સિદ્દીકી બિજનૌરથી ઉમેદવાર હશે. આ પહેલાં આ બેઠક પર ઈન્દિરા ભટ્ટીને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. પક્ષે લોકસભા ઉમેદવારોની આ સાતમી સૂચિ જારી કરી છે. આ પહેલાં કોંગ્રેસ કુલ 148 ઉમેદવારોની ઘોષણા કરી ચૂકી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer