ભોપાલમાં દિગ્વિજય સામે ચૂંટણી લડી શકે છે સાધ્વી પ્રજ્ઞા

નવી દિલ્હી, તા. 23: માલેગાંવ બ્લાસ્ટમાં આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ભોપાલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને પડકાર ફેંકી શકે છે. સાધ્વી પ્રજ્ઞાએ દિગ્વિજય સામે ચૂંટણીનાં મેદાનમાં ઉતરવાની તૈયારી પણ બતાવી છે. તેમાં હવે જો ભાજપની ટિકિટ ઉપરથી ભોપાલમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ચૂંટણી લડશે તો આ મુકાબલો દિલધડક બની શકે છે.
ભોપાલને ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. મુખ્યમંત્રી કમલનાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને મુશ્કેલ બેઠકો ઉપરથી ચૂંટણી લડવાનો પડકાર આપ્યા બાદ દિગ્વિજય સિંહે ભોપાલમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો અને હવે સાધ્વી દિગ્વિજયને ટક્કર આપવાનું વિચારી રહ્યાં છે. સાધ્વી પ્રજ્ઞા અને દિગ્વિજય સિંહને એકબીજાના કટ્ટર વિરોધી માનવામાં આવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer