વિદેશી હૂંડિયામણની અનામત વધીને 405.6 અબજ ડૉલર થઈ

મુંબઈ, તા. 23 : દેશની વિદેશી હૂંડિયામણની અનામત 15 માર્ચ, 2019ના પૂરા થયેલા સપ્તાહ માટે 3.6 અબજ ડૉલર વધીને 405.64 અબજ ડૉલર થઈ હતી, જે તેના આગલા સપ્તાહમાં 2588 લાખ ડૉલર વધીને 401.776 અબજ ડૉલર થઈ હતી.
વિદેશી ચલણની અસ્કયામત સૂચિત સપ્તાહે 3.54 અબજ ડૉલર વધીને 377.703 અબજ ડૉલરને સ્પર્શી હતી. આમ આ વિદેશી ચલણોની અસ્કયામત વધવાના કારણે હૂંડિયામણ રિઝર્વ પણ વધવા પામ્યું હતું અને તેમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ભારતીય મૂડીબજારમાં રોકાણપ્રવાહ વધવાના કારણે પણ વિદેશી હૂંડિયામણની અનામત વધી હતી. આ એફપીઆઈનું માર્ચ, 15 સુધીમાં ઈક્વિટી માર્કેટોમાં રોકાણ 2.9 અબજ ડૉલર થયું, જે જાન્યુઆરી, 2018 પછી સૌથી ઊંચું ગણાય છે. ભારતીય ડેટ માર્કેટમાં રોકાણપ્રવાહ 15 માર્ચ સુધીમાં 1.2 અબજ ડૉલરનો હતો. રિઝર્વ બૅન્કના ડેટા મુજબ વિદેશી સીધા રોકાણનો આંક નાણાકીય વર્ષ 2018 માટે રૂા. 37.366 અબજ ડૉલર હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer