ગેરરીતિભર્યા સોદા કરવા બદલ ચાર કંપનીને રૂા. 27 લાખનો દંડ

મુંબઈ, તા. 23 : મૂડીબજારના નિયમનકાર સેબીએ બીએસઈ સેગમેન્ટના બિનપ્રવાહિત સ્ટોક ઓપ્શન્સમાં છેતરપિંડીભર્યા સોદા કરવા માટે ચાર કંપનીઓને રૂા. 27 લાખનો દંડ ફટકાર્યો હતો.
ઉમાપતિ અૉઈલ મિલ એન્ડ જીનિંગ ફેકટરી, યુધબીર છીબ્બર, કસ્તુરભાઈ માયાભાઈ અને વિમલાદેવી ખેતાન આ ચાર સામે સેબીએ અલગ ઓર્ડર કાઢયા છે. સેબીએ આ કિસ્સાની એપ્રિલ, 2014થી સપ્ટેમ્બર, 2015માં તપાસ કરી હતી. આ કંપનીઓ દ્વારા જે સોદા થયા હતા તે પ્રામાણિક નહોતા, કારણ કે તે થોડીક સેકન્ડોમાં અલગ ભાવથી ઊલટાવાયા હતા. જેમાં નફાનો લાભ આ કંપનીઓએ લીધો હતો. આ પ્રમાણ સોદા-વેપાર જાણીજોઈને યુક્તિપૂર્વકના કરાયા હતા.
આ બધું લક્ષમાં રાખીને જે દંડ ફટકાર્યો તેમાં યુધબીર છીબ્બરને રૂા. 8.7 લાખ, વિમલાદેવીને રૂા. 8.4 લાખ દંડ થયો હતો, જ્યારે ઉમાપતિ અૉઈલ મિલ અને કસ્તુરભાઈ માયાભાઈ પ્રત્યેકને રૂા. 5-5 લાખનો દંડ કરાયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer