નાણાકીય વર્ષ 2020 માટે ભારતની આર્થિક વૃદ્ધિ ઘટી 6.8 ટકા રહેશે : ફિચ

નવી દિલ્હી, તા. 23 : આગામી નાણાકીય વર્ષ માટે ફિચ રેટિંગ્સે ભારતનો જીડીપી વૃદ્ધિ દર અગાઉ અંદાજના 7 ટકાથી ઘટાડીને 6.8 ટકાનો રહેવાની આગાહી કરી છે.
ફિચે તેના વૈશ્વિક આર્થિક ચિત્ર અંતર્ગત માર્ચ 2019માં પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિ દર ડિસેમ્બરમાં કરાયેલા 7.2 ટકાના અંદાજથી ઘટાડી 6.9 ટકા રાખ્યો હતો. આ અંદાજ વાસ્તવમાં સેન્ટ્રલ સ્ટેટેસ્ટીક્સ અૉફિસ (સીએસઓ)ના 7 ટકાના અંદાજ કરતાં 6.9 ટકાનો અંદાજ નીચો જ ગણાય. 2017-18માં ભારતીય આર્થિક વૃદ્ધિ 7.2 ટકાના દરે રહી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer