આતંકવાદ સામે લડવા ગંભીર હોય તો પાકિસ્તાન દાઉદ અને સલાઉદ્દીનને ભારતના હવાલે કરે

આતંકવાદ સામે લડવા ગંભીર હોય તો પાકિસ્તાન દાઉદ અને સલાઉદ્દીનને ભારતના હવાલે કરે
નવી દિલ્હી, તા. 16 : ભારતની નજર હવે અંધારી આલમના ડોન દાઉદ ઇબ્રાહીમ પર છે. પાકિસ્તાન આતંકવાદ સામે લડવા માટે ગંભીર હોય તો ભારતીય નાગરિક છે તેવા દાઉદ, સૈયદ સલાઉદ્દીન જેવા અન્ય આતંકવાદીઓ ભારતને સોંપી દે, તેવી માંગ કરાઇ હોવાનું સરકારના સૂત્રોએ શનિવારે કહ્યું હતું.
ભારત પાકને ત્યાં રહેતા અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ તેમજ સલાઉદ્દીન અને અન્ય આતંકીઓ સોંપી દેવા કહી રહ્યું છે, જેમની ભારતને વિવિધ આતંકી ઘટનાઓમાં તલાશ છે.
આતંકવાદના મુદ્દા પર ભારતની ચિંતાનું સમાધાન કરવા માટે ખરેખર ગંભીર છે તો તેણે આતંકીઓ હવાલે કરવા જ જોઇએ. તેવો સંદેશ ભારત તરફથી પાડોશી દેશને અપાયો છે.
પાકિસ્તાન પુલવામા પછીયે જૈશ-એ-મોહમ્મદ અને અન્ય આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે, ત્યારે  ભારતે દાઉદ જેવા શખ્સોની માંગ કરી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર ભારતે ઇસ્લામાબાદને  આ સંબંધમાં અનેક મહત્ત્વપૂર્ણ વિગતો પણ પૂરી પાડી દીધી છે.
પાકિસ્તાનની ભૂમિ પરથી સંચાલિત થતા આતંકવાદી સમૂહોની માહિતી ભારતે આપી છે, તે તથ્યને ત્રીજો પક્ષ પણ સમર્થન આપી શકે છે, તેવું સરકારના સૂત્રોએ કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer