કાશ્મીરમાં આતંકવાદીઓએ મહિલા પોલીસ અધિકારીની હત્યા કરી

કાશ્મીરમાં આતંકવાદીઓએ મહિલા પોલીસ અધિકારીની હત્યા કરી
વેહીલમાં શહીદ થયાં ખુશ્બૂ : સેના, પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો

શ્રીનગર, તા. 16 : જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ હજુ બેકાબૂ છે, સંદિગ્ધ ત્રાસવાદીઓએ આજે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં વેહીલ ગામમાં એક મહિલા ખાસ પોલીસ અધિકારી (એસપીઓ)ની ગોળી મારીને હત્યા કરી હતી. મહિલા અધિકારીની શહીદી બાદ સેના, પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સીઆરપીએફએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકીઓને નાથવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી.
પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે અજાણ્યા બંદૂકધારીઓએ વેહીલમાં એસ.પી.ઓ. ખુશ્બૂ જાનને  તેમના નિવાસસ્થાન બહાર આજે બપોરે 2.40 વાગ્યે ગોળીઓ મારી દીધી હતી. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
દક્ષિણ કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસમાં આ પ્રકારનો આ ચોથો આતંકી હુમલો છે. ત્રાસવાદીઓ હવે લોકો પર અને પોલીસ પર ગોળીબાર કરી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer