દેશની વસ્તીના હિસાબે લોકસભાની બેઠકો સ્થિર

દેશની વસ્તીના હિસાબે લોકસભાની બેઠકો સ્થિર
જોગવાઈ વિના ઉત્તર પ્રદેશ 93 લોકસભા બેઠક ધરાવતું રાજ્ય બન્યું હોત 

નવી દિલ્હી, તા. 16 : ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવતા હવે પક્ષો દ્વારા બેઠકો જીતવા માટેના તમામ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. ભારતીય સંવિધાનના અુનચ્છેદ 81 હેઠળ એવી વ્યવસ્થા કરવામાં આવી છે પ્રત્યેક રાજ્યને લોકસભામાં સ્થાનની વહેચણી એ રીતે કરવામાં આવે છે જેનાથી સંખ્યા અને સ્થાન બરાબર રહે. પરંતુ જો વર્તમાન સંદર્ભમાં જોગવાઈ લાગુ કરવામાં આવે તો મોટો બદલાવ જોવા મળી શકે છે. જેના હેઠળ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યમાં બેઠકોનું પ્રમાણ એકાએક વધી જશે. જ્યારે તામિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને તેલંગણ સીહતના રાજ્યોને લોકસભા બેઠકો ગુમાવવી પડે તેવી પરિસ્થિતિ બની શકે.
જો કે 1976ની કટોકટી દરમિયાન બંધારણમાં 42મા સંશોધન પ્રમાણે  1971ની વસતી ગણતરીના આધારે 2001 સુધી વિધાનસભા અને લોકસભા બેઠકોને સ્થિર કરી દેવામાં આવી હતી. જ્યારે 2001માં થયેલા સંશોધનમાં લોકસભા અને વિધાનસભા બેઠકોમાં 2026 સુધી કોઈપણ પરિવર્તન કરવાની જોગવાઈ કરવમાં આવી હતી. વસતીના હિસાબે બેઠકો સ્થિર બનતા બદલાવ જોવા મળ્યા હતા. ઉદાહરણ તરીકે 1971ની વસતી ગણતરી પ્રમાણે દરેક મોટા રાજ્યમાં 10 લાખની જનસંખ્યા ઉપર એક સાંસદ હતા. જ્યારે આજે રાજસ્થાન જેવા મોટા રાજ્યોમાં 30 લાખ લોકોએ એક સાંસદ છે. તેમજ કેરળ અને તામિલનાડુમાં માત્ર 18 લાખની વસતીએ એક સંસદ પ્રતિનિધિ છે.  જો બેઠકો સ્થિર કરવાની જોગવાઈ અમલમાં ન આવી હોત તો ઉત્તર પ્રદેશમાં વર્તમાન સમયે 93 લોકસભા બેઠકો હોત. જો કે 2026ની ચૂંટણી દરમિયાન પરિસ્થિતિ બદલાઈ શકે છે અને વસતી અંકુશમાં રાખવામાં સફળ બનેલા રાજ્યો પોતાને પીડિત પણ ગણાવી શકે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer