નરેન્દ્ર મોદી પરની ફિલ્મ 12 એપ્રિલે રિલીઝ થશે

નરેન્દ્ર મોદી પરની ફિલ્મ 12 એપ્રિલે રિલીઝ થશે
મુંબઈ, તા. 16 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનાવવામાં આવેલી બાયોગ્રાફિકલ ડ્રામા `પીએમ નરેન્દ્ર મોદી' 12 એપ્રિલે રિલીઝ થશે. મેરિકોમ અને સરબજિત જેવી સુપરહિટ ફિલ્મો ડિરેક્ટર ઓમંગ કુમાર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીનું પાત્ર અભિનેતા વિવેક ઓબરોય ભજવી રહ્યા છે. આ વર્ષના જાન્યુઆરી મહિનાના અંતમા ફિલ્મનું શુટિંગ ગુજરાતમાં શરૂ  થયું હતું. અત્યારે ફિલ્મના આખરી તબક્કાનું શુટિંગ મુંબઈમાં ચાલી રહ્યંy છે. ફિલ્મનું કેટલુંક શુટિંગ ઉત્તરાખંડમાં પણ કરવામાં આવ્યું છે. 
ફિલ્મમાં મોદીનું પહેલાનું જીવન અને રાજકીય સફર ઉત્તરાખંડ જિલ્લામાં આવેલ ગંગાઘાટ, કલ્પ કેદાર મંદિર, ધરાલી બજાર અને મુખભા ગામને જોડતા સસ્પેન્શન બ્રિજ વગેરે જગ્યાએ શુટ કરવામાં આવ્યું છે. ડિરેક્ટર કુમારે કહ્યંy હતું કે, પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ નરેન્દ્ર દામોદરદાસ મોદીના જીવનની આસપાસ ફરે છે. જેમાં તેમના ગુજરાતના મુખ્ય પ્રધાનની સફરથી ભારતના વડા પ્રધાન બનવા સુધીની સફરની વાત છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer