રામટેક મતદાર સંઘમાંથી પોલીસે બે કારમાંથી 80 લાખ રૂપિયા જપ્ત કર્યા

રામટેક મતદાર સંઘમાંથી પોલીસે બે કારમાંથી 80 લાખ રૂપિયા જપ્ત કર્યા
નાગપુર, તા. 16 : રામટેક લોકસભા મતદાર વિસ્તાર અંતર્ગત આવતા સાવનેર તાલુકાના સાતનૂર કેળવદમાં બે વાહનોની ઝડતી લઈ જિલ્લા પ્રશાસન અને પોલીસની સંયુક્ત ટુકડીએ કુલ 80 લાખ રૂપિયા કૅશ જપ્ત કર્યા હતા. એક કારમાંથી 30 લાખ અને બીજી કારમાંથી 50 લાખ કૅશ મળ્યા હતા.
સંબંધિત કાર-ડ્રાઇવર એ રૂપિયા ક્યાં લઈ જઈ રહ્યો હતો અને કોને આપવાનો હતો એનો જવાબ આપી શક્યો નહોતો. એથી જિલ્લા પ્રશાસને રૂપિયા જપ્ત કરી આગળની તપાસ માટે ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટને સોંપી દીધા છે. જે જગ્યાએ એ કાર્યવાહી કરવામાં આવી હતી એ માર્ગ મધ્યપ્રદેશથી મહારાષ્ટ્રમાં આવે છે. જોકે ગઈકાલે પણ મધ્યપ્રદેશથી આવતી એક કારમાંથી 7.60 લાખ રૂપિયા મળ્યા હતા, એટલે મધ્યપ્રદેશથી નાગપુરમાં એ રૂપિયા કોણ મોકલાવે છે એ પ્રશ્ન નિર્માણ થયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer