બાંગ્લાદેશની ટીમ ન્યૂ ઝીલૅન્ડમાંથી રવાના

બાંગ્લાદેશની ટીમ ન્યૂ ઝીલૅન્ડમાંથી રવાના
ક્રાસ્ટચર્ચ, તા. 16: બાંગલાદેશ ક્રિકેટ ટીમ ક્રાસ્ટચર્ચમાં દેશના સૌથી ખતરનાક આતંકવાદી હુમલામાં બચી ગયા બાદ શનિવારે ન્યૂઝિલેન્ડથી સ્વદેશ રવાના થઈ હતી. ક્રાસ્ટચર્ચ મસ્જિદમાં ગોળીબારની ઘટના બાદ બંગલાદેશી ટીમના ખેલાડી ફ્લાઈટમાં બેસીને રાહત અનુભવી રહ્યા હતા. ટીમ શહેરની હોટલથી પોલીસ બેડા સાથે ક્રાસ્ટચર્ચ એરપોર્ટે પહોંચી હતી. અગાઉ બાંગલાદેશી ટીમ શનિવારે ન્યૂઝીલેન્ડ સામે ત્રીજો અને અંતિમ ટેસ્ટ રમવાની હતી પરંતુ ગોળીબારની ઘટનાના કારણે મેચ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. બાંગલાદેશની ટીમ પણ નમાજ માટે મસ્જિદમાં પ્રવેશ કરવાની હતી ત્યારે જ ઘટના બની હતી અને તેઓ બચી ગયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer