ઈન્ડિયન વેલ્સની સેમિફાઈનલમાં નાડાલ અને ફેડરર વચ્ચે મુકાબલો

ઈન્ડિયન વેલ્સની સેમિફાઈનલમાં નાડાલ અને ફેડરર વચ્ચે મુકાબલો
ઈન્ડિયન વેલ્સ, તા.16 : રાફેલ નાડાલ ઘૂંટણની સમસ્યા છતા શુક્રવારે રશિયાના કરેન ખાચાનોવને હરાવીને એટીપી ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટના સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે અને હવે તે ફેડરર સામે ટકરાશે.દુનિયાના બીજા ક્રમાંકનો ખેલાડી નાડાલ ટૂર્નામેન્ટમાં પ્રથમ નંબરે છે કારણ કે નંબર વન ખેલાડી નોવાક જોકોવિચ શરૂઆતી દોરમાં જ હારી ગયો હતો. નાડાલને ટાઈબ્રેકરમાં દબદબો બનાવ્યો હતો અને રશિયાના ખેલાડીને હરાવ્યો હતો. હવે તેનો મુકાબલો ફેડરર સામે થશે જેણે પોલેન્ડના હુબર્ટ હુર્કાસ્બને 6-4,6-4થી પરાજીત કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer