2020નો અંડર-17 મહિલા વિશ્વકપ ભારતમાં રમાશે : ફિફાની ઘોષણા

2020નો અંડર-17 મહિલા વિશ્વકપ ભારતમાં રમાશે : ફિફાની ઘોષણા
નવી દિલ્હી, તા. 16: આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મહાસંઘ (ફીફા)ના અધ્યક્ષ જિયાની ઇનફૈનટિનોએ ઘોષણા કરી છે કે ભારત 2020માં અંડર-17 મહિલા વિશ્વકપનું યજમાન બનશે. અમેરિકાના મિયામીમાં યોજાયેલી ફીફા પરિષદની બેઠક બાદ ઇનફૈનટિનોએ કહ્યું હતું કે, અંડર -17 ફૂટબોલ વિશ્વકપ ભારતમાં રમાડવામાં આવશે તે જાહેર કરતા આનંદ થાય છે. અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘના મહાસચિવ કુશલ દાસે પણ ઇનફૈનટિનોની ઘોષણાની પુષ્ટિ કરી હતી. દાસના કહેવા પ્રમાણે ટુર્નામેન્ટના સ્થળ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં કરવામાં આવશે તેમજ યજમાન દેશના નાતે ભારત 16 ટીમની ટુર્નામેન્ટમાં સ્વત: ક્વોલિફાઈ થઈ જશે. અંડર-17 મહિલા વિશ્વકપ ઉપરાંત ભારતે અંડર-20 મહિલા વિશ્વકપનાં આયોજનમાં પણ રસ દાખવ્યો હતો. અંડર-17 મહિલા ટુર્નામેન્ટ 2008માં શરૂ થઈ હતી અને વર્તમાન ચેમ્પિયન સ્પેન છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer